ટંકારાના મિતાણા નજીક બનેલી ઘટનાટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામે ઓવરબ્રિજ નજીક રાજસ્થાનના ટ્રક ચાલકને ટ્રક ચલાવતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડવાની સાથે ચક્કર આવી જતા પ્રથમ મિતાણા બાદ મોરબી સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની ટ્રક ચાલક રમણલાલ ભેરાભાઇ પરમાર ઉ.40 ગત તા.4ના રોજ રાત્રીના ટ્રક લઈને ટંકારાથી રાજકોટ જતા હતા ત્યારે મિતાણા ગામના ઓવરબ્રિજ નજીક અચાનક છાતીમાં દુખાવો ઉપડવાની સાથે ચક્કર આવી જતા પ્રથમ મિતાણા બાદ મોરબી સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.