ફોરેન ટ્રાવેલમાં વિયેતનામ, ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડના પણ બુકીંગ થયા : ટ્રાવેલ એજન્સીઓ માટે આ જન્માષ્ટમીમાં ન વધુ કે ન ઓછા, દર વર્ષ જેવા જ રહ્યા બુકીંગમોરબી અપડેટ : મોરબીવાસીઓ હરવા ફરવાના ભારે શોખીન છે. બસ રજાઓ મળવી જોઈએ, પરિવાર કે મિત્રો સાથે બહાર ફરવા નીકળી જ જાય. જન્માષ્ટમીની રજાઓને હવે થોડા જ દિવસો રહ્યા છે. ત્યારે આ વખતે મોરબીના સૌથી વધુ લોકોએ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવા તરફ ફરવાનું પ્લાનિંગ બનાવ્યું છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો વિદેશયાત્રાએ પણ રજાઓ ગાળવા જવાના છે. કોઈ નવા ડેસ્ટિનેશનના બુકિંગ જોવા ન મળ્યામોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના પ્રમુખ જીગ્નેશભાઈ અઘારાએ જણાવ્યું કે આ વર્ષે બુકિંગ ટ્રેન્ડની વાત કરીએ તો ગત વર્ષ જેટલું જ બુકિંગ જોવા મળી રહ્યું છે. બુકિંગમાં કોઈ ખાસ વધારો કે ઘટાડો નોંધાયો નથી. લોકો હજુ પણ પોતાના જાણીતા અને મનપસંદ સ્થળોએ જવાનું જ પસંદ કરી રહ્યા છે અને કોઈ નવા ડેસ્ટિનેશનના બુકિંગ જોવા મળ્યા નથી.ડોમેસ્ટિક અને ફોરેન ટ્રાવેલમાં આ સ્થળોની છે વધુ ડિમાન્ડદેશની અંદર ફરવા જવા માટે મોરબીવાસીઓની પસંદગીના લિસ્ટમાં પાડોશી રાજ્યો અને ગુજરાતના ધાર્મિક-પ્રાકૃતિક સ્થળો મોખરે છે. ડોમેસ્ટિક ટ્રાવેલમાં સૌથી વધુ બુકિંગ રાજસ્થાનના માઉન્ટ આબુ, ઉદયપુર, કુંભલગઢ માટે તેમજ ગોવા અને મહારાષ્ટ્રના લોનાવલા, મહાબળેશ્વર, માથેરાન માટે થયા છે. ઉપરાંત લોકલમાં સાસણ ગીર, સોમનાથ, દ્વારકા, સાપુતારા માટે પણ ઘણા બુકીંગ થયા છે. કેરાલા અને કુર્ગ માટે બુકીંગ થયા છે. વિદેશ પ્રવાસની વાત કરીએ તો ફોરેન ટ્રાવેલમાં મુખ્યત્વે વિયેતનામ, ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડ જેવા એશિયન દેશો તરફ લોકોનો ઝુકાવ વધુ છે.મોનસૂનના કારણે Gen Z ની એડવેન્ચર ટ્રિપને બ્રેક આજના સમયની યુવા પેઢી (Gen Z) મોટાભાગે ટ્રેકિંગ અને કેમ્પિંગ જેવી એડવેન્ચર ટ્રિપ કરવાનું વધુ પસંદ કરે છે. પરંતુ હાલ ચોમાસાની સિઝન ચાલી રહી હોવાથી સલામતીના ભાગરૂપે તેઓ હાલ પૂરતી એડવેન્ચર ટ્રિપ કરવાનું ટાળી રહ્યા છે. મોનસૂન ન હોય ત્યારે આ યુવા વર્ગમાં એડવેન્ચર ટ્રિપનો જબરો ક્રેઝ જોવા મળે છે.અજાણી એજન્સીઓથી સાવધાન: મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનની અપીલ તહેવારો અને વેકેશનના સમયમાં ટ્રાવેલિંગ ફ્રોડના કિસ્સાઓ પણ વધતા હોય છે. આ અંગે મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના પ્રમુખ જીગ્નેશભાઈ અઘારાએ મોરબીના પ્રવાસીઓને ખાસ સલાહ આપી છે કે હવે કોઈપણ અજાણી એજન્સી પર ભરોસો કરવાનો સમય નથી. અવારનવાર દર 15 દિવસે એક સમાચાર એવા આવે જ છે કે કોઈ ને કોઈ અજાણ્યો ટ્રાવેલ એજન્ટ મુસાફરોના રૂપિયા લઈને ફરાર થઈ ગયો હોય. છેતરપિંડીથી બચવા માટે અધિકૃત એજન્ટ્સ પાસે જ બુકિંગ કરાવવું હિતાવહ છે. જો મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના સભ્યો પાસે બુકિંગ કરાવશો તો કોઈ પણ પ્રકારનો ફ્રોડ નહીં થાય તેની ગેરંટી એસોસિએશન લે છે.#MorbiUpdate #Morbi #JanmashtamiTravel #MorbiNews #TravelTips #GujaratTourism #TravelSafety #DomesticTravel #InternationalTravel