મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીના આધારે રાજસ્થાનમાંથી આરોપીને દબોચી લીધોમોરબી : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ડ્રાઈવ અંતર્ગત મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને મોટી સફળતા મળી છે. હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂના 13 વર્ષ જૂના ગુનામાં ફરાર આરોપીને પોલીસે રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે.રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અનુસંધાને મોરબી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના હેઠળ એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા રાજસ્થાન અને દિલ્હી વગેરે રાજ્યોમાં તપાસ કરી રહી હતી. આ દરમિયાન ટીમને ખાનગી રાહે ચોક્કસ અને ભરોસાપાત્ર બાતમી મળી હતી કે હળવદ પોલીસ સ્ટેશનના 2013 ના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી તેના રાજસ્થાન ખાતેના રહેણાંક મકાને હાજર છે.મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે હકીકતવાળી જગ્યાએ જઈને તપાસ કરતા આરોપી રતનલાલ ઉર્ફે રેતનારામ સાજનરામ બિશ્નોઈ (ઉંમર 50, રહે. અરણીયાળી, તાલુકો ધોરીમન્ના, જિલ્લો બાડમેર, રાજસ્થાન) મળી આવ્યો હતો. પોલીસે તેને હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે. આ આરોપી સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર 5125/2013, પ્રોહીબીશન કલમ 65(1)B, 65A, 116B, 81 મુજબ ગુનો નોંધાયો હતો, જેમાં તે છેલ્લા 13 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો.#Morbi #MorbiUpdate #MorbiPolice #LCBMorbi #Halvad #CrimeNews #GujaratPolice #Arrest #ProhibitionCase #LocalNews