નેકનામ ગામ સમસ્ત દ્વારા રામજી મંદિરના પૂજારી પરિવારના લાભાર્થે આયોજન ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે રામજી મંદિરના પૂજારી પરિવારના લાભાર્થે આગામી તા.2 એપ્રિલને શનિવારના રોજ પ્રસિદ્ધ નાટક રાજા ભરથરી ભજવવામાં આવશે. આ નાટક નિહાળવા અને ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બનવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરાયો છે. ટંકારા તાલુકાના છેવાડાના નેકનામ ગામે આગામી તા.2 એપ્રિલના રોજ રામજી મંદિરના પૂજારી પરિવાર લાભાર્થે અહીંના દરબારગઢ ખાતે ભગવતી આશ્રિત બજરંગ ભવાઈ મંડળના નાયક બાબુલાલ કાનજીભાઈ વ્યાસની ટીમ દ્વારા ભવ્ય નાટક રાજા ભરથરી ભજવવામાં આવશે. નેકનામ ગામ સમસ્ત દ્વારા આયોજિત આ નાટક નિહાળવા સમસ્ત ગ્રામજનો દ્વારા અનુરોધ કરી ઉદાર હાથે સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..