મોરબી : માનસર અને નારણકા વચ્ચે આવેલ રાયથ્રી હનુમાનજીધામમાં 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે શ્રીરામ, લક્ષ્મણ અને જાનકીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ વેળાએ ધાર્મિક વિધિથી ધામધૂમથી સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં પધારવા રાયથ્રી હનુમાનજી ધામ ભગત કાનદાસ બાપુ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.