વાંકાનેર અને ટંકારા પંથકમાં વરસાદ : માળિયા પંથકમાં પણ અમીછાંટણા, હળવદમાં માત્ર ગાજવીજ મોરબી : મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. રાત્રીના સમયે જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જો કે મોરબી અને હળવદમાં માત્ર ગાજવીજ જ થઈ રહી છે. આતુરતાપૂર્વક લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. મોરબી જિલ્લાની વરસાદની સ્થિતિ જોઈએ તો વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ માળિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર છાંટા જ પડી રહ્યા છે. જ્યારે ટંકારા તાલુકાના મિતાણા, હરબટીયાળી, હરીપર, સજનપર, અમરાપર ટોળ, કલ્યાણપર લખધીરગઢ, જબલપુર સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ મોરબીના મકનસર સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો છે. મોરબી શહેરમાં હજુ વરસાદ પડ્યો નથી એટલે લોકો આતુરતાથી મેઘરાજા પધારે તેની રાહ જોઈ રહ્યા છે.