મોરબી : આજે તારીખ 7 મે ને બુધવારના રોજ મોરબી શહેરમાં બપોર બાદ ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ મોરબી શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારથી જ વાતાવરણમાં ભારે બફારાનો અનુભવ થઈ રહ્યો હતો જો કે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદ પડતાં જ મોરબી શહેરના અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સામાન્ય વરસાદમાં જ વીજળી ગુલ થઈ જતાં પીજીવીસીએલની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.મોરબી શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. બપોર બાદ આશરે 4 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેમાં મોરબીના શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો હતો. મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે વરસાદના કારણે પાણી પાણી થઈ ગયું હતું. આ ઉપરાંત નટરાજ ફાટક, હરચંદ્રપુર રોડ, મહેન્દ્રનગર ચોકડી, વિરપર, ભડીયાદ કાંટે, ખાખરાળા, મકનસર, પાવડિયારી, વાવડી રોડ, જાંબુડિયા, લાલપર, ઉમા ટાઉનશિપ, ઋષભનગર, નવલખી રોડ પર, રવાપર ચોકડી, ખોખરા હનુમાન મંદિર, પરા બજાર, રાજા વડલા, રાતાભેર, જુના ઘુંટુ, રફાળેશ્વર, પીપળી ટીમડી ધરમપુર, નાની કેનાલ રોડ, શક્તિ ચેમ્બર પાસે, માળિય વનાળિયા, બેલા, શનાળા બાયપાસ, માનસર, વજેપર, પીપળીયા, ગાળા, રફાળિયા, લક્ષ્મીનગર, મહાવીરનગર, કાલિકા પ્લોટ, સો-ઓરડી વિસ્તાર, રવાપર-ઘુનડા રોડ, ભરતનગર, શક્ત શનાળા, રામ ચોક, હજનાળી, બિલિયા અને જોધપર સહિતના વિસ્તારમાં વરસ્યો હતો.