મોરબી : મોરબી પંથકમાં છ નોરતા ટનાટન રહ્યા બાદ સાતમા નોરતેથી વરસાદનું વિઘ્ન શરૂ થયું હતું. જે સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલુ છે. આજે પણ મોરબી શહેર સહિત તાલુકાના અનેક ગામોમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. મોરબી શહેરમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત લાલપર સહિતના ગામોમાં પણ વરસાદ હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સાતમા નોરતે તો વરસાદના કારણે નવરાત્રી આયોજનો બંધ રાખવા પડ્યા હતા. ગઈકાલે આઠમાં નોરતે તો ખેલૈયાઓ જાણે મેઘરાજા સાથે લડી લેવાના મૂડમાં હોય, ગઈકાલે તો વરસતા વરસાદે રમ્યા હતા. આજે પણ હવે છાંટા શરૂ થયા છે. ત્યારે આજે મેઘરાજા કૃપા કરે અને હજુ આવતીકાલ સુધી વિરામ લ્યે તેવું ખેલૈયાઓ અને આયોજકો ઇચ્છી રહ્યા છે.