મોરબી : મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે સાંજે વરસાદી માહોલ જામ્યો હતો. અમુક વિસ્તારોમાં તો મેઘરાજા રીતસરના ધોધમાર તૂટી પડતા પાણી વહેતા થઈ ગયા હતા.સાંજે 7.30 આસપાસ મોરબીના ખરેડા, જીકીયારી, તેમજ હળવદના રાતાભે, કડીયાણા ગામોમાં સારો એવો વરસાદ પડ્યો હતો. તો ચરાડવામાં છાંટા પડ્યા હતા. જ્યારે મોરબીમાં બપોરે 4 વાગ્યે સામાંકાંઠે વરસાદી ઝાપટું તો મોરબી સિટી વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. આ ઉપરાંત સાંજે ટંકારા પંથકમાં પણ સારો વરસાદ પડ્યો છે.