મીતાણા અને સરાયામાં ધોધમાર વરસાદટંકારા : હવામાન વિભાગની આગાહી પ્રમાણે ટંકારા તાલુકામાં સતત બીજા દિવસે પણ સારો વરસાદ વરસ્યો છે. ટંકારા પંથકમાં ગઈકાલે સારો વરસાદ વરસ્યા બાદ આજે 21 ઓગસ્ટના રોજ પણ વરસાદનું આગમન થયું હતું. બપોર બાદ ટંકારા તાલુકા પંથકના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. જેમાં મીતાણા ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો આ તરફ સરાયા ગામે પણ વરસાદનું આગમન થયું હતું. ગ્રામ્ય પંથકમાં સતત પડી રહેલા વરસાદથી મોલાતને પણ નવજીવન મળ્યું છે જેથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.