બપોરના સમયે તો મેઘરાજા દે ધનાધન, અનેક સ્થળોએ પાણી ભરાયામોરબી : મોરબીમાં છેલ્લા 4 દિવસથી સતત વરસતા મેઘરાજાએ આજે પાંચમા દિવસે પણ પોતાનો ક્રમ જાળવી રાખ્યો છે. આજે પણ મોરબીમાં વરસાદી વાતાવરણ છે. મોરબીમાં સાતમા નોરતેથી શરૂ થયેલ વરસાદી વાતાવરણ હજુ પણ અવિરત છે. આજે દશેરાના દિવસે ફરી મેઘરાજાનું આગમન થયું છે. તેમા પણ બપોરે તો ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.