ટંકારા : ટંકારા પંથકમાં આજે છેલ્લા નોરતે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રીના સમયે મિતાણાથી લઈ ટંકારા અને લજાઈ સુધી તો બીજી તરફ ટંકારાથી બંગાવડી સુધી ઝાપટા પડયાના અહેવાલ મળી રહ્યા છે. નવમા નોરતે ઓચિંતા વાતાવરણમાં પલ્ટા સાથે અચાનક જ વરસાદ શરૂ થઈ જતા અનેક ગરબી મંડળોના આયોજનોને અસર થઈ હતી. જો કે અનેક ગરબીઓમાં વરસતા વરસાદે પણ બાળાઓ ગરબે રમી રહી છે.