ટંકારા : ટંકારા પંથકમાં આજે બપોરે પોણા બે વાગ્યાના અરસામાં ફરી મેઘાવી માહોલ સર્જાયો છે. ટંકારાના નેકનામ ગામે જોરદાર વરસાદ શરૂ હોવાનુ એફપીએસના સંચાલક ધિરૂભાઈ જણાવી રહ્યા છે. વધુમાં મિતાણા પણ અત્યારે છાંટા ચાલુ થયા છે. આ સાથે ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો હોવાનું સ્થાનિક જણાવી રહ્યા છે.