હવામાન નિષ્ણાત રમેશ બસિયાની આગાહી: સિસ્ટમ નબળી પડીને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તરફ સરકીટંકારામાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 24 કલાક ભારે વરસાદની આગાહીટંકારા (મોરબી અપડેટ) : અગાઉ દર્શાવેલી આગાહી મુજબ જ મોરબી જિલ્લામાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. જિલ્લાભરમાં સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને ચાલુ સિઝનમાં અત્યાર સુધી જ્યાં સૌથી ઓછો વરસાદ હતો તેવા ટંકારા તાલુકામાં મેઘરાજાએ સાંબેલાધારે બેટિંગ કરી છે.ટંકારા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 7 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકી જતાં ચોમેર પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદના કારણે સ્થાનિક નદી-નાળાં, વોકળા અને તળાવો છલકાઈ ગયા છે. લાંબા સમયથી સારા વરસાદની વાટ જોઈ રહેલા ખેડૂતો અને ગ્રામજનોમાં આ ધોધમાર વરસાદને પગલે ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા - ટંકારા) ના જણાવ્યા અનુસાર, અગાઉ સક્રિય થયેલું ડિપ્રેશન હવે નબળું પડીને ‘વેલમાર્ક લો-પ્રેશર’ સિસ્ટમ તરીકે હાલ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પર કેન્દ્રિત થયું છે. આગામી 12 કલાક દરમિયાન આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી વધુ નબળી પડીને સામાન્ય ‘લો-પ્રેશર’માં ફેરવાઈ જશે.મોરબી જિલ્લામાં આગામી 12 કલાક એટલે કે રવિવારે સવારે 9 વાગ્યા સુધી હજુ પણ વરસાદની શક્યતાઓ રહેલી છે, પરંતુ એકંદરે હવે વરસાદનું મુખ્ય જોર ઓછું થઈ જશે. મોરબી જિલ્લામાં તીવ્ર વરસાદનો તબક્કો હવે પૂર્ણતાના આરે છે અને ધીમે ધીમે હવામાન ઉઘાડ તરફ આગળ વધશે.રાજસ્થાન પર સક્રિય થયેલી આ સિસ્ટમના કારણે આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાનને લાગુ સરહદી વિસ્તારો, કચ્છ અને પૂર્વ કચ્છના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની પૂરેપૂરી સંભાવના છે.#Morbi #MorbiUpdate #WeatherForecast #Monsoon2026 #Tankara #HeavyRain #GujaratWeather #RainUpdate