હળવાથી ભારે ઝાપટા અને અમુક દિવસોમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા : રમેશ બસિયામોરબી : મોરબી સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી માહોલ હજુ પણ યથાવત રહેશે. હવામાન નિષ્ણાંત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા)ની નવી અપડેટ મુજબ, 18 જુલાઈથી 23 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે.સિસ્ટમ અને ભેજની સ્થિતિહાલ રાજસ્થાન લાગુ ગુજરાત ઉપર 14 તારીખથી એક UAC (અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન) સક્રિય છે. વાતાવરણમાં લો-લેવલમાં ભેજનું પ્રમાણ સારું છે, પરંતુ મિડ-લેવલમાં ભેજ હાલ ઓછો જોવા મળી રહ્યો છે. આગાહીના સમયગાળા દરમિયાન UAC સક્રિય જ રહેશે અને આગામી અમુક દિવસોમાં મિડ-લેવલમાં પણ ભેજનું પ્રમાણ વધશે, જે વરસાદ માટે વધુ સાનુકૂળ વાતાવરણ પૂરું પાડશે.વિસ્તારવાર વરસાદની આગાહીસૌરાષ્ટ્ર અને કચ્છ: આ વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટાં અને અમુક દિવસોમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.દક્ષિણ અને મધ્ય-પૂર્વ ગુજરાત: આ વિસ્તારોમાં અમુક દિવસો દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. હાલના અંદાજ મુજબ, જુલાઈના અંત સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની પૂરી સંભાવના છે.ચોમાસુ ધરી અને નવી સિસ્ટમની હિલચાલહાલ ચોમાસુ ધરી ઉત્તર તરફ સ્થિત છે, જે 21 તારીખથી દક્ષિણ તરફ નીચે આવવાનું શરૂ કરશે અને 24 તારીખની આસપાસ પોતાની નોર્મલ પોઝિશનમાં આવી જાય તેવી શક્યતા છે. આ ઉપરાંત 22 કે 23 તારીખે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. જોકે, આ સિસ્ટમ સીધી ગુજરાત તરફ આવશે કે કેમ અને સૌરાષ્ટ્ર-કચ્છને વરસાદનો કેટલો લાભ મળશે, તેની વિસ્તૃત અને સચોટ માહિતી નવી અપડેટમાં આપવામાં આવશે.#MorbiUpdate #GujaratWeather #Monsoon2026 #WeatherForecast #RameshBasiya #MorbiNews #RainUpdate #SaurashtraWeather #KutchWeather #GujaratRain