મોરબી : મોરબીના શનાળા બાયપાસ પર આવેલી લાયન્સનગર સોસાયટી વિસ્તારમાં થોડા વરસાદ પડતાની સાથે જ નગરપાલિકાની પોલ ખુલી પડી છે. લાયન્સનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. તથા લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા છે.જેથી ત્યાંના રહીશોને નગરપાલિકાના પાપે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ વિસ્તાર વોર્ડ નં.-11માં આવે છે. તેની બાજુની સોસાયટીમાં આટલું પાણી ભરાતું નથી. ત્યારે લાયન્સનગરના રહીશો દ્વારા ઘણી વખત રજુઆત કરવા છતાં કોઈપણ જાતનું પરિણામ આવેલ નથી. જેથી, અહીંના રહીશોને ચોમાસા દરમ્યાન પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.