મોરબી : માળિયા મિયાણા નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલ સંધવાણી વાસમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાઈ ગયા છે. જેને કારણે અહીં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.