મોરબી : મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજા આજે ધીમી ધારે વરસ્યા છે. જેમાં સાંજે 6 વાગ્યા સુધીમાં ટંકારામાં એક ઇંચ તો મોરબી-વાંકાનેર-હળવદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. વધુમાં ટંકારામાં ધીમી ધારે ગત આખી રાતમાં દોઢ ઈચ વરસાદ પડ્યો હતો. ત્યાં વહેલી સવારે વધુ એક ઇંચ વરસાદ નોંધાયો છે.સાંજે 6 વાગ્યા સુધીનો વરસાદટંકારા 24 mmમોરબી 11 mmવાંકાનેર 14 mmહળવદ 15 mmમાળિયા 00 mm