મોરબી : મોરબી જિલ્લામાં આજે મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું છે. સાંજના સમયે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. જેમાં બે કલાકમાં મોરબીમાં એક ઇંચ તો ટંકારામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સાંજે 6 થી 8 દરમિયાન પડેલા વરસાદની વિગત મોરબી 25 mm ટંકારા 10 mm માળીયા 4 mm વાંકાનેર 2 mm હળવદ 2 mm