થોડા દિવસો અગાઉ કલેકટરને રજુઆત કરવા છતાં ગંદકીની સમસ્યા હલ ન થતા વેપારીઓ ભારે રોષ મોરબી : મોરબીમાં પાલિકા તંત્રના પાપે શહેરના મુખ્ય શાકમાર્કેટ પાછળ વર્ષોની ગંદકીની સમસ્યા હલ થવાનું નામ લેતી નથી.શાકમાર્કેટ પાછળના ભાગે વર્ષોથી નિભર તંત્રની ઘોર બેદરકારીના કારણે ભુર્ગભ ગટરના ગંદા પાણી ભરાવવની ગંભીર સમસ્યા છે. ત્યારે ગતરાત્રે સામાન્ય વરસાદમાં પાણી ભરાતા શાકમાર્કેટના પાછળના ભાગની હાલત વધુ બદસુરત થઈ ગઈ છે.જોકે અગાઉ કલેકટરને રજુઆત કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ ન આવતા વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. મોરબી પાલિકા તંત્રની અક્ષમ્ય બેદરકારીના પાપે શહેરના મુખ્ય શાકમાર્કેટ પાછળના ભાગે ભુર્ગભ ગટરના ગંદા પાણી ભરવવાની સમસ્યા ઘણા સમયથી કાયમી બની ગઈ છે. શાકમાર્કેટ પાછળના ભાગે ભૂગર્ભ ગટરમાં સફાઈ જ ન થતી હોવાથી ચોકઅપ થઈ જવાથી ભૂગર્ભ ઉભરવવાથી ગંદા પાણી વર્ષોથી ભરાઈ છે.જેને કારણે ત્યાં દુકાનો ધરાવતા અસંખ્ય વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે.ગટરના ગંદા પાણી દુકાનો પાસે ભરાતા હોવાથી વેપારીઓના વેપાર ધંધા પર માંથી અસર સર્જાઈ છે.જોકે આ બાબતે સ્થાનિક વેપારીઓ સહિતના લોકો પાલિકા તંત્રને રજુઆત કરી કરીને થાકી ગયા પણ તંત્રની ઉધ ઊડતી નથી.અંતે વેપારીઓએ થોડા સમય પહેલા કલેકટરને પણ રૂબરૂ મળીને રજુઆત કરી હતી.પણ આ રજુઆત બે અસર રહેવાથી શાકમાર્કેટ પાછળના ભાગની હાલત જેસેથે જેવી જ રહી ગઈ છે.જોકે અગાઉ સામાન્ય વરસાદ પડ્યો ત્યારે અહીં પાણી ભરાયા હતા.જ્યારે ગતરાત્રે પણ સામાન્ય વરસાદ પડ્યો હતો.જેથી ફરી અહીં પાણી ભરાયા હતા.ભૂગર્ભ ગટર ચોકઅપ હોવાથી પાણીનો નિકાલ ન થતા ગટરના પાણી સાથે ગતરાત્રે પડેલા વરસાદના પાણી ભરાતા બેવડી મુશ્કેલી સર્જાઈ છે.ત્યારે તંત્રની હદ બહારની બેદરકારી વેપરીઓની આકરી કસોટી કરી રહી છે.પાલિકા તંત્ર અને કલેકટર પણ ઉદાસીન વલણ દાખવતા આ સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે થશે એ કહેવું મુશ્કેલ છે.