વાંકાનેરમાં 6 મીમી. હળવદના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ મોરબી : આજે સમગ્ર જિલ્લામાં દિવસભર ભારે બફારા બાદ વાંકાનેર અને હળવદના ગ્રામ્ય વિસ્તારમાં મોડી સાંજે પવન સાથે વરસાદી ઝાપટા પડયા હોવાના વાવડ મળી રહ્યા છે. જો કે, મોરબી સહિત અન્ય તાલુકામાં પણ ઝરમર વરસાદના સમાચાર સાંપડી રહ્યા છે અને વાંકાનેરમાં રાત્રે 8થી 10 દરમિયાન 6 મીમી વરસાદ નોંધાયો છે. આમ તો જૂન મહિનામાં ચોમાસું બેસી જતું હોય છે પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો સહિત સૌ કોઈ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે આજે સાંજે વાંકાનેરમાં સારો વરસાદ વરસ્યા બાદ રાત્રે 8થી 10ના સમયગાળામાં 6 મીમી વરસાદ વરસ્યો હોવાનું ફ્લડ કંટ્રોલ રૂમના આંકડા જણાવી રહ્યા છે. દરમિયાન અમારા હળવદ પ્રતિનિધિના અહેવાલ મુજબ હળવદ તાલુકાના માથક, સુંદરી ભવાની, સરંભડા, માણેકવાડા ચૂંપણી, શિવપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો હતો મોડી સાંજે પડેલા વરસાદથી વાતાવરણ ઠંડુ બન્યું છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..