મોરબી : મોરબીની ત્રાજપર ચોકડી પાસે ઇકો કારમાં દેશી દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત બે પકડાયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે એ ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી પસાર થતી ઇકો કાર નં જીજે ૧૮ બીબી ૧૪૧૪ ને આંતરી તલાશી લેતા કારમાંથી દેશી દારૂ લીટર ૬૦ કીમત રૂ ૧૨૦૦ મળી આવતા પોલીસે કારમાં સવાર વિજય ગોરધન વાગડિયા રહે રાજકોટ રણછોડનગર અને જયશ્રીબેન પ્રવીણભાઈ કોળી રહે.રાજકોટ પારેવડી ચોક વાળાને ઝડપી લઈને ઇકો કાર અને દારૂ સહીત ૧,૦૧,૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274