સિઝનનો સૌથી વધુ ટંકારામાં 49 ઈંચ તેમજ સૌથી ઓછો હળવદમા 24 ઇંચ વરસાદ : સતત વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન, રોડ રસ્તાઓને પણ ભારે નુકશાન મોરબી : મોરબી જિલ્લામાં ચાલુ સિઝનમા 150 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ટંકારામા 49 ઇંચ તેમજ સૌથી ઓછો હળવદમાં 24 ઇંચ વરસાદ વરસ્યો છે. એકંદરે જિલ્લામા 2017 પછીનો આ બીજો લીલો દુષ્કાળ રહ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને નુકશાન થયું છે. સાથોસાથ જિલ્લાના મોટાભાગના રોડ રસ્તાઓને પણ ભારે નુકશાન થયું છે. છેલ્લા દસ વર્ષમાં વર્ષ 2017 પછી ચાલુ વર્ષે બીજી વખત અતિવૃષ્ટિ થઈ હતી. સરકારી ચોપડે છેલ્લા દસ વર્ષના વરસાદના નોંધાયેલા સરકારી આકડામાં પ્રમાણે 2017 પછી બીજી વખતે ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં મેઘ કહેર વરસ્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ 869 મીમી વરસાદ પડયાનું નોંધાયું છે.જ્યારે જિલ્લામાં સૌથી વધુ ચાલુ વર્ષ ટંકારમાં 1225 મીમી વરસાદ પડ્યો છે.જિલ્લામાં આ વર્ષે સૌથી વધુ વરસાદ પડતાં લીલો દુષ્કાળનો ઓછાયો ડોકાઈ રહ્યો છે.સતત વરસાદને પગલે મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન થતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. મોરબી જિલ્લામાં વર્ષ 2017નો વરસાદ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ રહ્યો છે. વર્ષ 2017માં 935 મીમી સરેરાશ વરસાદ પડ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે પણ અત્યાર સુધીમાં સરેરાશ 869 મીમી વરસાદ પડ્યો છે. છેલ્લા દસ વર્ષના સરકારી વરસાદના આકડાની વિગત જોઈએ તો વર્ષ 2009માં 431મિમી , 2010માં 853મિમી, 2011માં 777મિમી, 2012માં 381મિમી, 2013માં 796મિમી, 2014માં 424મિમી, 2015માં 557મિમી, 2016માં 366મિમી, 2017માં 953મિમી અને 2018માં 228મિમી અને ચાલુ વર્ષ 2019માં 869 મીમી સરેરાશ વરસાદ નોંધાયો છે. આ વરસાદી આંકડા પ્રમાણે છેલ્લા દસ વર્ષમાં વર્ષ 2018માં સૌથી ઓછો 228 મીમી વરસાદ પડ્યો હતો.જ્યારે સૌથી વધુ વર્ષ 2017માં 953 મીમી વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ ચાલુ વર્ષે બીજી વખત અતિવૃષ્ટિ થઈ છે. ચાલુ વર્ષમાં સૌથી વધુ ટંકારામાં વરસાદ પડ્યો છે. ચાલુ વર્ષના વરસાદના આકડા જોઈએ તો મોરબીમાં 43 ઇંચ સાથે 175 ટકા,વાંકાનેરમાં 31 ઇંચ સાથે 152 ટકા,હળવદમાં 24 ઇંચ સાથે 120 ટકા,માળીયામાં 26 ઇંચ સાથે 124 ટકા, અને ટંકારામા 49 ઇંચ સાથે 169 ટકા વરસાદ પડ્યો છે.વધુ વરસાદ પડતા લીલા દુકાળ જેવી સ્થિતિ ઉદભવી છે અને મગફળી તથા કપાસના પાકને મોટું નુકસાન થતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274