હળવદ : હળવદમાં આજે મોડી સાંજથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સાથે જ કુંભારપરા વિસ્તારમાં રહેણાંક મકાન ઉપર વીજળી પડ્યાનુ સામે આવ્યું છે. હળવદમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તેની સાથે સાથે આકાશી વિજળી પણ ત્રાટકી રહી છે. આજે શહેરમાં આવેલ કુંભારપરા વિસ્તારમાં રહેતા નગીનભાઈ પ્રજાપતિના રહેણાંક મકાન ઉપર આકાશી વીજળી ત્રાટકી હતી. જો કે, આ વીજળી પડવાને કારણે કોઈ જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે.