મોરબી : વાંકાનેર પંથકમાં આજે રાત્રીના 8 વાગ્યાના અરસામાં મેઘરાજાએ પધરામણી કરી છે. ગાજ-વીજ સુધી અંદાજે દોઢેક કલાક સુધી વરસાદ વરસ્યો હતો. હાલ પણ છાંટા ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ જન્માષ્ટમીનો મેળો ચાલી રહ્યો છે. તેવામાં લોકોએ વરસાદમાં ન્હાતા-ન્હાતા મેળાની મજા લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ વરસાદને પગલે ઠેર-ઠેર રોડ ઉપરથી પાણી વ્હેવા લાગ્યા છે. સવારથી ભારે બફારા બાદ વરસાદ આવતા ઠંડક પ્રસરી ગઈ છે.