આખા રોડ ઉપર ખાડા ખબડા હોવાથી પાણી ભરાતા, ગારા કીચડના સામ્રાજ્ય, ભારે મુશ્કેલી મોરબી : નેશનલ હાઇવેથી માળીયા તરફ જવાનો રસ્તો અગાઉથી ખરાબ હાલત હોય અને ઉપરથી સતત વરસાદ પડતાં આ આખા રોડની હાલત એકદમ બદતર બની ગઈ છે. આખા રોડ ઉપર ખાડા ખબડા હોય એમાં પાણી ભરાતા અને ગારા કીચડ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. માળીયથી નેશનલ હાઇવેને જોડતો રસ્તો હવે ચાલવા યોગ્ય રહ્યો ન હોય એ હદે ખરાબ થઈ ગયો છે. આ રોડ અગાઉથી જ ખરાબ હતો. ઠેરઠેર ખાડા ખબડા અને ધુળીયો માર્ગ હતો.તેમાં હવે મેઘરાજાએ પ્રહાર કરતા આ રોડની હાલત કપરી બની ગઈ છે. વરસાદથી આખો માર્ગ ધોવાઈ ગયો છે. ઠેરઠેર પડેલા ખાડામાં વરસાદી પાણી ભરેલા છે. તેમજ ગારા કીચડ પણ ખદબદે છે. આવી હાલતને કારણે વાહન ચાલકોને ખાડા તારાવવા બહુ જ મુશ્કેલ છે. ગમે ત્યારે અકસ્માત સર્જાઈ એમ છે. તેથી તંત્ર વહેલીતકે આ માર્ગની હાલત સુધારે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276