મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રીથી ફરી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આજે મંગળવારે વેહલી સવારથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. ત્યારે આજે સવારે 10થી બપોરે 12 વાગ્યા દરમિયાન મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ મોરબીમાં 23 મિમી, ટંકારામાં 07 મિમી, માળીયામાં 02 મિમી અને વાંકાનેરમાં 03 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે હળવદમાં વરસાદ નોંધાયો નથી.