પાલિકા કચેરીમાં 24 mm અને સામાકાઠે કંટ્રોલ રૂમમાં 19mm વરસાદ નોંધાયો મોરબી : મોરબીમાં અસહ્ય ગરમી અને બફારાની વચ્ચે સાંજે મેઘરાજાનું આગમન થયું હતું. મોરબી શહેરમાં સાંજે 6 વાગ્યા બાદ અડધો'ક સારો એવો વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ ઉપર ઠેર ઠેર પાણી ભરાતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સરકારી ચોપેડે નોંધાયેલા વરસાદની વિગત મુજબ મોરબી નગર પાલિકામાં મૂકેલા વરસાદ માપક યંત્રમાં આજે સાંજે 6 વાગ્યા બાદ 24mm વરસાદ એટલે કે એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે મોરબી સામાંકાઠે સરકારી કચેરીમાં મૂકેલા યંત્રમાં 19mm વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સરકારી ચોપડે ટંકારામાં માત્ર 6mm વરસાદ જ નોંધાયો હતો.