મોરબી : મોરબી પંથકમાં થોડા વિરામ બાદ ફરી મેઘસવારી પહોંચી છે. મોરબી, વાંકાનેર અને ટંકારામા સવારે એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે હળવદ અને માળિયામા વરસાદ નોંધાયો નથી. મેઘરાજા અગાઉ મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઓળધોળ થઈ ગયા હતા. જોકે ત્યારબાદ મેઘરાજાએ વિરામ લઈને આજે ફરી વરસવાનું શરૂ કર્યું છે. આજે સવારે 4 થી 8 વાગ્યા સુધીમાં મોરબીમાં 28 મિમી, વાંકાનેરમા 27 મિમી અને ટંકારામા 27 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે હળવદ અને માળિયા બન્ને કોરાધાડ રહયા છે.