મોરબી : મોરબી, ટંકારા અને માળીયા મિયાણામાં આજે બપોરથી વરસાદી માહોલ જામ્યો છે. સરકારી ચોપડે બપોરે 2થી 4 દરમિયાન મોરબીના 20 મિમી અને ટંકારામાં 3 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે 4થી 6 દરમિયાન માળિયામાં 15 અને મોરબીમાં 2 મિમી વરસાદ નોંધાયો છે.