અન્યત્ર છૂટી છવાઈ મેઘસવારી યથાવત મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલી અવિરત મેઘકૃપા વચ્ચે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં એકમાત્ર મોરબી તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્યત્ર છૂટી છવાઈ મેઘસવારી યથાવત છે. ભારે વરસાદની આગાહી વચ્ચે મોરબી જિલ્લામાં બે દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો છે અને ક્યારેક ધીમીગતિએ તો ક્યારેક ધોધમાર વરસાદ સતત પડી ગયો છે. જેમાં ગતરાત્રીથી વરસાદ ચાલુ રહ્યો છે. જો કે સવાર સુધી વરસાદ પડ્યા બાદ વચ્ચે વિરામ પછી આજે બપોરે 2 વાગ્યે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો અને થોડી જ વારમાં મેઘરાજાએ સટાસટી બોલાવીને પાણી-પાણી કરી દીધું હતું. જેમાં એકમાત્ર મોરબીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. આજે સાંજના 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ મોરબીમાં 17 મીમી, હળવદ અને વાંકાનેરમાં 8 મીમી, માળીયામાં 4 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે ટંકારામાં વરસાદ નોંધાયો નથી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..