છેલ્લા 12 કલાકમાં જિલ્લામાં એકમાત્ર મોરબી પંથકમાં જ મેઘકૃપા વરસી, અન્યત્ર માત્ર વરસાદી ઝાપટા મોરબી : મોરબી પર અંતે મેઘરાજા મહેરબાન થયા હોય એમ સચરાચર મેધાકૃપા વરસી હતી. ગત મોડી રાત્રીથી મેઘરાજા ધીમીધારે કાચું સોનુ વરસાવતા આજે સવારના 10 વાગ્યા સુધી દોઢ ઈંચ વરસાદ પડી ગયો હતો. જો કે જિલ્લામાં એકમાત્ર મોરબી પંથકમાં જ મેધકૃપા વરસી હતી. અન્યત્ર માત્ર વરસાદી ઝાપટા જ પડ્યા હતા. મોરબી જિલ્લામાં ગઈકાલે સાંજે મેઘરાજાની ધીંગી સવારી આવી પહોંચી હતી અને વાંકાનેર તેમજ માળીયા અને ટંકારામાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. પરંતુ મોરબીની માત્ર ઝાપટાથી જ સંતોષ માનવો પડ્યો હતો.અત્યાર સુધી મોરબી પર રિસાયેલા મેઘરાજાએ મોડી રાત્રે મન મુકીને વરસવાનું ચાલુ રાખતા ધીમીધારે કાચું સોનુ વરસી ગયું હતું. જો કે એક માત્ર મોરબી પંથક ઉપર જ ગતમોડી રાત્રે મેઘકૃપા વરસી હતી. મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાંથી ગતરાત્રે 10 વાગ્યાથી આજે સવારના 10 સુધી નોંધાયેલા સતાવાર વરસાદની વિગત મુજબ મોરબીમાં 41 મીમી એટલે દોઢ જ વરસાદ વરસી ગયો હતો.તેમજ ટંકારામાં માત્ર 2 મીમી જ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્યત્ર ત્રણેય તાલુકામાં વરસાદ નોંધાયો નથી. મોરબી પંથક ઉપર મેઘરાજા ઓળઘોળ બનીને ધીમીધારે અમીકૃપા વરસાવતા ખેડૂતોમાં થોડી રાહત થઈ છે. જો કે હજુ વરસાદી માહોલ યથાવત હોય વધુ વરસાદ પડે તેવી શક્યતા વર્તાય રહી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..