જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલથી વરસાદી વાતાવરણ : અનેક જગ્યાએ આજે બપોર બાદ વરસાદે જોર પકડ્યુંમોરબી : મોરબી, ટંકારા અને માળિયા પંથકમાં આજે બપોરના 3 વાગ્યાના સુમારે ફરી વરસાદે જોર પકડ્યું છે. આ ઉપરાંત બીજા અનેક વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ હોવાનું જાણવા મળી રહ્યું છે. મોરબી જિલ્લામાં ગઈકાલે અનેક વિસ્તારોમાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. ત્યારબાદ આજ સવારથી ફરી મેઘાવી માહોલ સર્જાયો હતો. મોટાભાગના વિસ્તારોમાં ઝરમર વરસાદ યથાવત જ રહ્યો હતો. તેવામાં મોરબી શહેરમાં તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે 3 કલાકે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. આવી જ રીતે ટંકારા અને માળિયામાં પણ બપોર ટાણે વરસાદે જોર પકડ્યું છે. વધુમાં વાંકાનેરમાં અને હળવદમાં સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.