ડેમ 93 ટકા ભરેલો હોય અને વરસાદથી ઓવરફ્લોની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા આ આગોતરા પગલાં લેવાયા હળવદ : મોરબી જિલ્લામાં ગતરાત્રી જ વાવઝોડાની અસર શરૂ થઈ ગઈ છે અને જિલ્લામાં મધ્યમગતિએ પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હળવદના બ્રાહ્મણી-2 ડેમ હેઠવાસના 15 ગામોને એલર્ટ કરાયા છે.જેમાં ડેમ 93 ટકા ભરેલો હોય અને વરસાદથી ઓવરફ્લો તો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા આ આગોતરા પગલાં લેવાયા છે. હળવદનો બ્રાહ્મણી-2 શક્તિસાગર ડેમ ગયા વર્ષે ભરપૂર વરસાદને પગલે 93 ટકા જેવો ભરાયેલો છે. આ ઉપરાંત ધ્રાગધ્રા બ્રાંચની નર્મદા કેનાલમાંથી બ્રાહ્મણી-2 ડેમમાં પાણી ઠાલવામાં આવી રહ્યું છે. આવા સંજોગોમાં હાલ વરસાદ ચાલુ હોય અને આ ડેમ ઓવરફ્લો થાય તો પરિસ્થિતિને પહોંચી વળવા માટે હળવદનો બ્રાહ્મણી-2 શક્તિસાગર ડેમ હેઠવાસના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.