માળિયામાં 12 મીમી અને મોરબીમાં 5 મીમી વરસાદ નોંધાયો, વાંકાનેર પંથક કોરોમોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જિલ્લા કંટ્રોલ રૂમ, મોરબી દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પોર્ટલના આંકડા મુજબ આજે તારીખ 21/07/2026 ના રોજ બપોરે 2 વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 7.6 મીમી વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લાનો અત્યાર સુધીનો કુલ સરેરાશ વરસાદ 86 મીમી નોંધાઈ ચુક્યો છે.તાલુકાવાર વરસાદના આંકડા (બપોરે 2 વાગ્યા સુધી)હળવદ: હળવદ તાલુકામાં આજે સૌથી વધુ 19 મીમી વરસાદ નોંધાયો છે. અહીં સવારે 08 થી 10 વાગ્યામાં 7 મીમી, 10 થી 12 વાગ્યામાં 11 મીમી અને 12 થી 14 વાગ્યામાં 1 મીમી વરસાદ પડ્યો છે. હળવદનો અત્યાર સુધીનો કુલ વરસાદ 80 મીમી થયો છે.માળિયા: માળિયા તાલુકામાં આજે 12 મીમી વરસાદ નોંધાયો છે. જેમાં સવારે 08 થી 10 વાગ્યામાં 10 મીમી અને 10 થી 12 વાગ્યામાં 2 મીમી વરસાદ પડ્યો છે. માળિયા પંથકનો અત્યાર સુધીનો કુલ વરસાદ 122 મીમી નોંધાયો છે.મોરબી: મોરબી તાલુકામાં સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન 5 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે મોરબીનો અત્યાર સુધીનો કુલ વરસાદ 83 મીમી થયો છે.ટંકારા: ટંકારા પંથકમાં બપોરે 12 થી 14 વાગ્યા વચ્ચે 2 મીમી વરસાદ નોંધાયો છે. ટંકારા તાલુકાનો અત્યાર સુધીનો કુલ વરસાદ 76 મીમી છે.વાંકાનેર: વાંકાનેર તાલુકામાં આજે સવારથી બપોરે 2 વાગ્યા સુધીમાં એક પણ છાંટો વરસાદ નોંધાયો નથી. વાંકાનેરનો કુલ વરસાદ 69 મીમી નોંધાયો છે.#MorbiUpdate #MorbiNews #MorbiRain #RainUpdate #Monsoon2026 #Halvad #Maliya #Morbi #Tankara #Wankaner #GujaratWeather