મોરબી : મોરબીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા શરૂ થયા છે. છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જામ્યું છે. જેમાં પરમદિવસે રાત્રે વરસાદી માહોલ જામ્યા બાદ આજે ફરી વરસાદી વાતાવરણ સર્જાયું છે. આજે સવારથી વાદળો જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદ આજે પણ વરસે તેવું લાગી રહ્યું છે.