હળવદ : મોરબી જિલ્લામાં અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ત્યારે આજે હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવા ઘનશ્યામગઢ ગામે અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના કારણે ગામમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તો ખેતી પાકને નુકસાન થવાની ભીતિ પણ ઉભી થઈ છે.