પાટીદાર, ઉમિયા અને સનાતન નવરાત્રી મહોત્સવ બંધ રહેવાની આયોજકોની જાહેરાત : મોટાભાગની શેરી ગરબીઓ પણ વરસાદના કારણે બંધ રહેશેમોરબી : મોરબીમાં સાતમા નોરતે વરસાદનું વિઘ્ન આવતા અનેક નવરાત્રી મહોત્સવ આજે બંધ રહેવાના છે. બીજી તરફ મોટાભાગની શેરી ગરબીઓ પણ આજે બંધ રાખવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. મોરબીમાં છ નોરતા દરમિયાન લાખોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. હવે આજે સાતમા નોરતે ખેલૈયાઓને ઘરે બેસી રહેવાનો વારો આવ્યો છે. આજે સાંજથી જ મોરબી શહેર ઉપરાંત જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. મોરબીમાં હાલ સુધી ઝરમર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગરબાના તમામ ગ્રાઉન્ડ ભીના થઈ ગયા છે. પરિણામે આજે ગરબા મહોત્સવ બંધ રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.મોરબીમાં આયોજીત ઉમિયા નવરાત્રી મહોત્સવ આજે બંધ રહેશે. આજના પાસ 1 ઓક્ટોબરના રોજ ચાલશે તેવું આયોજકોએ જાહેર કર્યું છે. સનાતન નવરાત્રી મહોત્સવ વરસાદને કારણે આજે બંધ રહેશે તેવી સત્તાવાર જાહેરાત અજય લોરીયા દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ પાટીદાર નવરાત્રી મહોત્સવ પણ આજે બંધ રહેવાનો છે. આ સાથે શહેરની મોટાભાગની ગરબીઓ પણ આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે અનેક શેરી ગરબાના આયોજનો પણ આજે બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.