મોરબી : મોરબીમાં આજે રાત્રીના સમયે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત આસપાસના જેતપર સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વરસાદ પાછો ખેંચાતા ઠેર ઠેર વરસાદની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. તેવામાં મેઘરાજાનું આગમન થતા લોકોમાં આનંદ છવાયો છે.