હળવદ : હળવદમાં આજે સવારે 10:30 વાગ્યાના અરસાથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. જે 11 વાગ્યા સુધી હજુ ચાલુ છે. આ વરસાદને કારણે શહેરના માર્ગો ઉપર પાણી વહેતા થઈ ગયા છે. બીજી તરફ ધીમી ધારે વરસી રહેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.