સોલાપુર ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનને અસર મોરબી : ડબલ ટ્રેક કામગીરીને કારણે અગાઉ ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે ત્યારે હવે સોલાપુર ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 8 ટ્રેનો રદ કરવામાં આવી છે. સોલાપુર ડિવિઝનના દાઉન્ડ-કુરુદવાડી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે તાત્કાલિક અસરથી તા.09 ઓગસ્ટ, 2022 સુધી બ્લોક લેવામાં આવશે, જેના કારણે રેલ વ્યવહારને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 8 ટ્રેનો રદ કરવામાં આવી છે.જેમાં રદ કરાયેલી ટ્રેનો નીચે મુજબ છે. 1) ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ - રાજકોટ એક્સપ્રેસ 06.08.2022, 08.08.2022 અને 09.08.2022 ના રોજ રદ. 2) ટ્રેન નંબર 22717 રાજકોટ - સિકંદરાબાદ એક્સપ્રેસ 08.08.2022, 10.08.2022 અને 11.08.2022 ના રોજ રદ. 3) ટ્રેન નંબર 16614 કોઈમ્બતુર - રાજકોટ એક્સપ્રેસ 05.08.2022 ના રોજ રદ. 4) ટ્રેન નંબર 16613 રાજકોટ - કોઈમ્બતુર એક્સપ્રેસ 07.08.2022 ના રોજ રદ. 5) ટ્રેન નંબર 19202 પોરબંદર - સિકંદરાબાદ એક્સપ્રેસ 09.08.2022 ના રોજ રદ. 6) ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ - પોરબંદર એક્સપ્રેસ 10.08.2022 ના રોજ રદ. 7) ટ્રેન નંબર 19568 ઓખા - તુતીકોરીન વિવેક એક્સપ્રેસ 05.08.2022 ના રોજ રદ. 8) ટ્રેન નંબર 19567 તુતીકોરીન - ઓખા વિવેક એક્સપ્રેસ 07.08.2022 ના રોજ રદ.