રેલવેના. ઉચ્ચ અધિકારીઓનો મોરબીમાં મુકામ, વાવઝોડા અને ભારે વરસાદની આફતને પહોંચી વળવા આગોતરી તૈયારી https://youtu.be/L9-UyOfcF9Q મોરબી : આજે બીપોરજોય વાવઝોડું દરિયા કિનારે ત્રાટકવાનું હોય સરકાર અને તંત્રની આખરી તૈયારીને ઓપ અપાયાની વચ્ચે મોરબીમાં સંભવિત વાવઝોડાને પહોંચી વળવા રેલવે તંત્ર પણ તમામ તૈયારીઓ સાથે ખડેપગે રહ્યું છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓને મોરબીની રાહત અને બચાવ માટે જવાબદારી સોંપવામાં આવી છે. આથી ઉચ્ચ અધિકારીઓએ મોરબી મુકામ કરી તૈયારીનું નિરીક્ષણ કરી વાવઝોડું અને ભારે વરસાદમાં કેમ કામગીરી કરવી તે માટે મોકડ્રિલ કરવામાં આવી હતી. મોરબીમાં આજે સંભવિત વાવઝોડાને પગલે સમગ્ર સ્થિતિને પહોંચી વળવા રેલવે તંત્રે પણ તમામ તૈયારીઓ કરી લીધી છે અને રેલવે ટ્રેકની સુરક્ષા ચકાસવામાં આવી હતી. વાવઝોડામાં રેલવેને લઈને કામગીરી કરવા ઘણા બધા ઉચ્ચ અધિકારીઓને મોરબીની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં રેલવે, એડિશનલ, ડિવિઝનલ, સીઝનલ ઓફિસર ડી.કે. શ્રીવાસ્તવને રાજકોટથી મોરબી મુકવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જીનીયર સુરેન્દ્રનગરને આખા મોરબીના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.તેમજ આર.પી.એફ.ની મુંબઈની ટીમને મોરબી મુકવામાં આવી છે. આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા વાવઝોડા અને ભારે વરસાદ વચ્ચે રેલવે ટ્રેક તેમજ ટ્રેન સહિતની વ્યવસ્થા કેટલી સક્ષમ છે તે જાણવા માટે મોકડ્રિલ કરવામાં આવી હતી. મોકડ્રિલમાં વાવઝોડું કે પુર આવ્યું હોય ત્યારે રેલવે ટ્રેક પણ ટ્રેનને અકસ્માત નડ્યો હોય તો રાહત અને બચાવની કામગીરી કેવી રીતે ઝડપી કરી શકાય તેની સ્થિતિ ચકાસવામાં આવી હતી અને આ વાવઝોડાની માળીયામાં અસર થવાની હોવાથી હાલના તબક્કે મોરબીથી માળીયા જતી માલગાડીને બંધ કરવામાં આવી છે. જ્યારે મોરબી વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રેન ચાલુ રાખવાનો આવી છે.રેલવે લાઇન પણ છ છ કિમીના અંતરે એક એક વ્યક્તિને મૂકી દેવામાં આવ્યા છે. અમુક રેલવે ફાટકના બેરીકેટેડ કોઈની માથે ન પડે માટે અડગા કરી દેવામાં આવ્યા છે. વવાણીયા સહિતના અસરગ્રસ્ત સ્ટેશનોને અગમચેતી રૂપે બંધ કરી ત્યાંના લોકોને હટાવી દેવાશે આવ્યા છે. જ્યારે મોરબીના સ્ટેશન માસ્તર ધર્મેન્દ્રકુમાર અને ટ્રાફિક ઇન્સપેક્ટર યાદવ રેલવેની સમગ્ર સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.