એલસીબી ટીમે બાતમીને આધારે પાડેલો દરોડો સફળ મોરબી : શ્રાવણ માસ ભલે પૂરો થયો હોય પણ જુગારીઓ હજુ શ્રાવણી જુગાર રમવામાં મશગુલ હોય મોરબી એલસીબી ટીમે જીવાપર ગામે રહેણાંક મકાનમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો પાડી છ આરોપીઓને રોકડા રૂપિયા 3.30 લાખ સાથે પકડી પાડયા હતા. મોરબી તાલુકામાં જીવાપર ગામે દામજીભાઇ નારણભાઇ પટેલ નામની વ્યક્તિ પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધન સગવડ પુરી પાડી નાલ ઉઘરાવતા હોવાની બાતમીને પગલે એલસીબી ટીમે દરોડો પાડતા (૧) દામજીભાઇ નારણભાઇ (૨) રમેશભાઇ વશરામભાઇ (૩) ભરતભાઇ લવજીભાઇ (૪) જયંતિલાલ દયારામભાઇ (૫) ભરતભાઇ લાલજીભાઇ અને (૬) રાયમલભાઇ રમેશભાઇ જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા અને જુગારના પટમાંથી પોલીસે રોકડા રૂપીયા 3.30 લાખ કબ્જે કર્યા હતા. જુગાર કલબ મામલે એલસીબી ટીમે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૪,૫ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. દરોડાની આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, PSI એન.બી.ડાભી, HC દિલીપભાઇ ચૌધરી, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા. વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC વિક્રમભાઇ ફુગસીયા, રણવીરસિંહ જાડેજા, વગેરેએ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..