એક આરોપી ઝડપાયો, ત્રણ ફરાર : 340 લીટર દેશી દારૂ સહિત 1.03 લાખનો મુદ્દામાલ કબ્જેમોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખીરઇ ગામની સીમમાં દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો તેમજ 340 લીટર દેશી દારૂ સહિત 1.03 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.આ દરોડામાં અન્ય ત્રણ આરોપીના નામ ખુલ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે બાતમીના આધારે ખીરઇ ગામની સીમમાં દરોડો પાડી આરોપી તાજમહમદ વલીમહમદ મોવર રહે.વીસીપરા મોરબી વાળાને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ ઠંડો તેમજ ગરમ આથો 1400 લીટર તેમજ 340 લીટર દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.1,03,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરમિયાન પોલીસે આરોપીની પૂછતાછ કરતા અન્ય આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર,રહે.ખીરઇ, અનવર માલાણી રહે.કાંતિનગર તેમજ તૈયબ માણેક રહે.શિકારપુર વાળાઓની સંડોવણી કબુલતા પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.