મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર ચોકડીથી ધુંટુ જતા રસ્તે સી.એન.જી.પંપની સામેના ભાગેથી રૂપિયા 50 હજારની કિંમતના એવેન્જર મોટર સાયકલ ઉપર બીયરના 4 ડબલા કિંમત રૂપિયા 400 લઈને નીકળેલા મોરબીના રણછોડનગરમાં રહેતા રાહુલ ભવાનભાઇ કોડડીયાને ઝડપી લઈ રૂપિયા 50,400નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.