મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો.. આ ઝઘડાના સીસીટીવી ફૂટેજ જોતા ભોગ બનનાર કર્મચારીને હૃદય રોગનો હુમલો આવી ગયો મોરબી : મોરબીન શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલમાં કામ કરતા કર્મચારીને રૂમ સ્પ્રેનો ભાવ કહેવામાં વાર લાગતા રાહુલ નામના શખ્સે કર્મચારીને ફડાકા ઝીકી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાય છે. નોંધનીય છે કે આ ઝઘડામાં ભોગ બનેલા યુવાનના પિતાએ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોતા હૃદય બેસી ગયું હોવાનું પણ બહાર આવ્યું છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલમાં આવેલ રિલાયન્સ મોલમાં કાઉન્ટર ઉપર નોકરી કરતા નરેન્દ્રભાઇ દિનેશભાઇ પરમાર ફરજ ઉપર હતા ત્યારે રાહુલ નામનો કોઈ ઈસમ આવ્યો હતો અને રૂમ સ્પ્રે બતાવી તેનો ભાવ કહેવા જણાવતા નરેન્દ્રભાઈએ ગિરદી હોય થોડી વાર લાગશે તેમ જણાવતા રાહુલે સ્પ્રેનો ટેબલ ઉપર ઘા કરી નરેન્દ્રભાઈને બે ચાર ફડાકા ઝીકી જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી. દરમિયાન આ ઝઘડા અંગે ફરિયાદી નરેન્દ્રભાઈએ તેમના પિતા દિનેશભાઇને જાણ કરતા તેઓ મોલ ઉપર આવ્યા હતા અને સીસીટીવી જોતા હતા ત્યારે હૃદય બેસી જતા મૃત્યુ નીપજ્યું હતું. ગત તા.7ના રોજ બનેલ આ ઘટના અંગે નરેન્દ્રભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી આ ઘટના સંદર્ભે સીટી એ ડિવિઝન પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(ર) મુજબ રાહુલ નામના ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.