મોરબી : દર વર્ષની સરખામણીએ આ વર્ષે મોરબીવાસીઓમાં વૃક્ષો વાવવાનું ચલણ વધ્યું છે જે પર્યાવરણ પ્રત્યે લોકોની વધેલી જાગરૂકતા દર્શાવે છે. ત્યારે આરોગ્ય ભારતી તેમજ પરિશ્રમ ઔષધી વન મિત્ર મંડળ દ્વારા ઔષધીય રોપઓનું રાહત દરે વિતરણ કરવામાં આવનાર છે. દર વર્ષેની માફક આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતમાં આરોગ્ય ભારતી મોરબીના સહયોગથી પરિશ્રમ ઔષધી વન દ્વારા ઔષધીય વૃક્ષો, ફળાઉ વૃક્ષો તેમજ ફૂલ-ઝાડના રોપાનું નજીવા દરે વિતરણ કરવામાં આવનાર છે. દુર્લભ તથા લુપ્ત થતા ઔષઘીય વૃક્ષો વિવિધ રોગોના ઉપચારમાં ઉપયોગી થાય છે. જેમકે હરડે, બહેડા, આંબળા, પુત્રજીવક, ઉમળો વિગેરે જેવા આર્શિવાદ રૂપ વૃક્ષો તેમજ સીતાફળ, જામફળ, સેતુર, બોરસલી જેવા ૮૬ જાતના રોપા અહીં બિલકુલ રાહત દરે ઉપલબદ્ધ બનાવાયા છે. તારીખ 7/7/2019ને રવિવારે સવારે 9:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી અને બપોરે 03:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી પરિશ્રમ ઔષધી વન, શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, વિનાયક મારબલની સામે, અજંતા કલોક પાસે, મોરબી - રાજકોટ હાઇવે, મોરબી ખાતે આ રોપનું વિતરણ થવાનું છે. આયોજકોએ વધુમાં વધુ લોકો રોપા વિતરણ કાર્યક્રમનો લાભ લ્યે એ માટે ભાવપૂર્વક અપીલ કરી છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9879127054 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. [gallery ids='61187,61188']