મોરબી : મોરબીમાં શ્રી રઘુવંશી મહિલા મંડળ દ્વારા તા. 6-10-2025 ને સોમવારના રોજ બપોરના 3 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રઘુવંશીઓ માટે શરદ પૂનમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. કેટેગરી પ્રમાણે રમાડવામાં આવશે. જેમાં ગૃપ A માં 5 થી 10 વર્ષ, ગૃપ Bમાં 11 થી 20 વર્ષ, ગૃપ Cમાં 21 થી 35 વર્ષ, ગૃપ Dમાં 36 થી ઉપરની વયના તેમજ ગૃપ Eમાં 7 થી 14 વર્ષના છોકરાઓ રમી શકશે. આ ગરબામાં જજનો નિર્ણય આખરી રહેશે. વેલ ડ્રેસની હરીફાઈ નથી ફક્ત રમવામાં જ નંબર આપવામાં આવશે. તથા 3 થી 4 સુધી જ ટેગ આપવામાં આવશે 4 વાગ્યા પછી ટેગ માંગીને શરમ આવશો નહીં. તેમજ પ્રોગ્રામ 4 વાગ્યે શરૂ કરી દેવામાં આવશે. વધુ માહિતી માટે ચંદ્રિકાબેન પલાણ મો.નં. 9106877148, નીલાબેન કારીયા મો.નં. 9714918969, કેયુરીબેન ચગ મો.નં. 9429577789, ઉમાબેન બુદ્ધદેવ મો. નં. 9558486286 અને ડિમ્પલબેન ભીંડા મો.નં. 9712157357 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.