ફાયર બ્રિગેડે ત્વરિત આગ બુઝાવી મોટી દુર્ઘટના ટાળીમોરબી : મોરબીમાં બેઠા પુલ ઉપર ભરાતી રવિવારે બજારમાં આજે બપોરના સમયે રગડા પુરીની લારીના આગ ભભૂકતા અફડાતફડીના માહોલ છવાયો હતો. જો કે, ફાયર બ્રિગેડે સમયસર આગ બુઝાવી નાખી મોટી દુર્ઘટના થતા અટકાવી હતી.મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના સતાવાર જણાવ્યા મુજબ બપોરે 12.55 મિનિટે મોરબીના મયુરબ્રિજ નીચે એક રગડાપુરીની લારીમાં આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ આગ બુજાવેલ હતી.વધુમાંગેસના બાટલાની નળીમાં લીકેજના કારણે આગ લાગી હોવાનું અને કોઈ જાન હાની થયેલ ન હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતુ. નોંધનીય છે કે, આજે મોરબીમાં મયુરબ્રિજ નીચે રવિવારી બજાર ભરાતી હોય લોકોની મોટી ભીડ હોય છે, પરંતુ સદનસીબે આગની ઘટનામાં સમયસર ફાયર બ્રિગેડ પહોંચી જતા મોટી દુર્ઘટના અટકી હતી.