સ્વચ્છતા બાબતે મંદિરના સ્ટાફ ઉપરાંત ભાવિકોએ પણ જાગૃત થવાની આવશ્યકતા મોરબી : મોરબી નજીક આવેલા રફાળેશ્વર મંદિરમાં સ્ટાફની બેદરકારીથી ગંદકીના ગંજ જામ્યા છે. મંદિરના સ્ટાફની અણઆવડતના કારણે મંદિરના પરિસરમાં તેમજ કુંડમાં મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી છે. કહેવાય છે કે જયાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે. પરંતુ અહીં તો એક મંદિરમાં જ ગંદકી હોવાનું સામે આવ્યું છે. મોરબી નજીક આવેલા લાખો ભાવિકોની આસ્થાના કેન્દ્રસમા રફાળેશ્વર મંદિરમાં હાલ ચારે બાજુ ગંદકી જોવા મળી છે. મંદિરના સ્ટાફની અણઆવડતના કારણે આ પવિત્ર જગ્યાએ કચરાના ખડકલા જોવા મળે છે. રફાળેશ્વર મંદિરની અંદર પણ ગંદા પાણી ઉભરાવાની સમસ્યાને લીધે મંદિરનું પટાંગણ દુર્ગંધ યુક્ત પાણીથી ભરાઈ ગયું છે. ઉપરાંત અહીં આવેલા કુંડમાં પણ કચરો જમા થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં મંદિરના સ્ટાફ ઉપરાંત ભાવિકોએ પણ જાગૃત થવાની જરૂર છે. મંદિર જેવા અતિ પવિત્ર ગણાતા સ્થળોએ ભાવિકોએ પણ ધાર્મિક લાગણીને ધ્યાને લઈને કચરો કરવાનું ટાળવું જોઈએ. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='32826,32827,32828,32829,32830,32831']